- પ્રવાસી મજૂરોને બે માસ સુધી મફત અનાજ
- પ્રવાસી મજૂરો જાહેર વિતરણ વ્યવસ્થા પેટે માર્ચ 2021 સુધીમાં કોઈપણ સસ્તા અનાજની દુકાનોએથી રેશન ખરીદી શકે તેવી વન નેશન, વન રેશન કાર્ડ યોજના ટેકનોલોજી સિસ્ટમનો ઉપયોગ કરીને શક્ય બનાવાશે.
- પ્રવાસી શ્રમિકો અને શહેરી ગરીબો માટે પોસાય તેવા દરે ભાડાના મકાનોના સંકુલો તૈયાર કરવાનો પ્રારંભ થશે.
- શિશુ મુદ્રા યોજના હેઠળ લોન લેનારને બે માસ સુધી વ્યાજની રાહત આપી કુલ રૂ.1500 કરોડની સહાય કરાશે.
- ગલીઓમાં ફરીને વેચાણ કરનારા લોકો (સ્ટ્રીટ વેન્ડર્સ) માટે રૂ.500 કરોડની ધિરાણ સુવિધા
- પ્રધાન મંત્રી આવાસ યોજના (અર્બન ) હેઠળ ક્રેડિટ લીંક્ડ સબસીડી યોજના મારફતે મધ્યમ આવક ધરાવતા લોકો માટે મકાનો બાંધવા રૂ.70,000 કરોડના ભંડોળ મારફતે હાઉસિંગ સેકટરને વેગ આપવામાં આવશે.
- કેમ્પા ફંડઝનો ઉપયોગ કરીને રોજગાર નિર્માણ માટે રૂ.6000નો ખર્ચ કરવામાં આવશે.
- નાબાર્ડ મારફતે ખેડૂતોને વધારાના ઈમર્જન્સી વર્કિંગ કેપિટલ ફંડ માટે રૂ.30,000 કરોડન સહાય આપવામાં આવશે.
- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ 2.5 કરોડ ખેડૂતોને રાહત દરે રૂ.2 લાખ કરોડનું ધિરાણ આપવામાં આવશે.
માનનીય પ્રધાન મંત્રીશ્રીએ તા.12 મે, 2020ના રોજ દેશની જીડીપીના 10 ટકા જેટલું રૂ.20 લાખ કરોડનું વિશેષ આર્થિક પેકેજ રજૂ કર્યું હતું. તેમણે આત્મનિર્ભરભારતઅભિયાન હેઠળ સ્વ-નિર્ભર થવા માટે ચળવળ ઘોષણા કરી હતી. તેમણે આત્મ-નિર્ભર ભારતના 5 સ્તંભ તરીકે- અર્થતંત્ર, માળખાગત સુવિધાઓ, સિસ્ટમ, વસતી (ડેમોગ્રાફી) અને માંગને ગણાવ્યા હતા.
ખાસ કરીને પ્રવાસી શ્રમિકો, સ્ટેટ વેન્ડર્સ, પ્રવાસી શહેરી ગરીબો, નાના વેપારીઓ, સ્વરોજગાર સાથે સંકલાયેલા લોકો, નાના ખેડૂતો અને હાઉસિંગ સેક્ટર માટે રાહતોના બીજા મણકાની જાહેરાત કરતાં કેન્દ્રના નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે તેમની પ્રેસ કોન્ફરન્સમાં પ્રવાસી મજૂરો, ખેડૂતો, નાના બિઝનેસ અને સ્ટેટ વેન્ડર્સને ટેકો પૂરો પાડતી યોજનાઓની વિસ્તૃત વિગતો આપી હતી.
શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે માનનીય પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર મોદી હંમેશા પ્રવાસી શ્રમિકો અને ખેડૂતો સહિતના ગરીબો કે જે રાષ્ટ્રની કરોડરજ્જુ સમાન છે તેમણે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેનાથી ચિંતીત હોય છે. આ લોકો પોતાના પસીના અને મહેનતથી દેશની સેવા કરે છે. પ્રવાસી શ્રમિકોને સામાજીક સુરક્ષાની સાથે સાથે પોસાય તેવા અને સુગમ ભાડાંના મકાનોની શહેરી વિસ્તારોમાં જરૂર પડતી હોય છે. આ ઉપરાંત પ્રવાસી શ્રમિકો અને અસંગઠીત શ્રમિકો સહિતના ગરીબો માટે રોજગારીની તકો ઉભી કરવાની પણ જરૂરિયાત છે. ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ધિરાણ સહયોગ પૂરો પાડવો જરૂરી બની રહે છે.
શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે સરકાર અર્થંતંત્ર અને સમાજના તમામ વર્ગોની જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપી રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે નાના બિઝનેસ એકમો અને ખાસ કરીને સ્ટ્રીટ વેન્ડર્સ શિશુ મુદ્રા ધિરાણ મારફતે ગૌરવભેર રોજગારી મેળવતા હોય છે. તેમને સહાયની તથા તેમના માટે સામાજીક સુરક્ષા અને ધિરાણ ના વિસ્તાર દ્વારા કાળજીપૂર્વક ધ્યાન અપાય તેની જરૂરિયાત હોય છે.
પ્રવાસીશ્રમિકો, ખેડૂતો, નાનાબિઝનેસઅનેસ્ટ્રીટવેન્ડર્સનીસહાયમાટેનીચેમુજબનીલાંબાગાળાનીઅનેટૂંકાગાળાનીયોજનાઓનીઆજેજાહેરાતકરવામાંઆવીહતીઃ
- પ્રવાસીશ્રમિકોનેબેમહિનાસુધીમફતઅનાજનુંવિતરણ
પ્રવાસી શ્રમિકો માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો શ્રમિક દીઠ 5 કી.ગ્રા. વધારાનું અનાજ તથા પરિવાર દીઠ દર મહિને 1 કી.ગ્રા. ચણા મફત આપવામાં આવશે, એટલે કે મે અને જૂન, 2020 સુધી આ અનાજનું વિતરણ કરવામાં આવશે. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ નહીં આવરી લેવાયેલા પ્રવાસી શ્રમિકો અથવા તો જેમની પાસે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશનું રેશન કાર્ડ નથી તેવા શ્રમિકોને હાલમાં તકલીફ પડી રહી છે તે પણ આ અનાજ મેળવવા પાત્ર બનશે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે તે લક્ષિત વિતરણ માટે યોજના તૈયાર કરે. આ હેતુથી 8 લાખ મેટ્રિક ટન અનાજ અને 50,000 મેટ્રિક ટન ચણાની ફાળવણી કરવામાં આવશે. આ યોજનાનો રૂ.3500 કરોડનો સમગ્ર ખર્ચ ભારત સરકાર ભોગવશે.
- પ્રવાસીશ્રમિકોજાહેરવિતરણવ્યવસ્થાહેઠળનીસસ્તાઅનાજનીકોઈપણદુકાનેથીરેશનમેળવીશકેતેમાટેસુધીમાંટેકનોલોજીસિસ્ટમઆધારિતવ્યવસ્થાગોઠવવામાંઆવશે. માર્ચ 2021 સુધીમાંવનનેશનવનરેશનકાર્ડયોજનાઅમલીબનાવવામાંઆવશે
રેશન કાર્ડની પોર્ટેબિલીટી યોજના 23 રાજ્યોમાં વિસ્તારવામાં આવશે અને તેની મારફતે ઓગષ્ટ 2020 સુધીમાં જાહેર વિતરણ વ્યવસ્થાનો લાભ લેતા 83 ટકા વસતી ધરાવતા 67 કરોડ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે. રેશન કાર્ડની નેશનલ પોર્ટેબિલીટી હેઠળ માર્ચ 2021 સુધીમાં 100 ટકા સિધ્ધિ હાંસલ કરાશે. આ યોજના પ્રધાન મંત્રીશ્રીના ટેકનોલોજી આધારિત સિસ્ટમ રિફોર્મ્સ વ્યવસ્થાનો એક ભાગ છે. આ યોજનાને કારણે પ્રવાસી શ્રમિકો અને તેમના પરિવારના સભ્યો દેશની કોઈપણ સસ્તા અનાજની દુકાનેથી જાહેર વિતરણ વ્યવસ્થાનો લાભ મેળવી શકશે. આનાથી એકથી બીજી જગાએ જતા લોકો અને ખાસ કરીને પ્રવાસી શ્રમિકો દેશભરમાં જાહેર વિતરણ વ્યવસ્થાનો લાભ મેળવી શકશે.
- પ્રવાસીશ્રમિકોઅનેશહેરીગરીબોમાટેપોસાયતેવાદરનાભાડાનાઆવાસસંકુલોનોપ્રારંભકરવામાંઆવશે
કેન્દ્ર સરકાર પ્રવાસી શ્રમિકો અને શહેરી ગરીબો માટે પોસાય તેવા દરે જીવન જીવવામાં આસાની થાય તેવી યોજના રજૂ કરશે. એફોર્ડેબલરેન્ટલહાઉસિંગકોમ્પલેક્સીસથી સામાજીક સુરક્ષા પ્રાપ્ત થશે અને પ્રવાસી શ્રમિકો તથા શહેરી ગરીબો અને વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર જીવન પ્રાપ્ત થશે. આ યોજના શહેરોમાં એફોર્ડેબલરેન્ટલહાઉસિંગકોમ્પલેક્સીસ (એઆરએચસી) ખાનગી- જાહેર ભાગીદારી (પીપીપી મોડ) થી બાંધવામાં આવશે, જેમાં ઉદ્યોગો, સંસ્થાઓ, એસોસિએશનો વગેરે તેમની ખાનગી જમીન ઉપર પોસાય તેવા દરના ભાડાંના મકાન સંકુલો બાંધશે અને તેનું સંચાલન કરશે. સમાન પ્રકારે રાજ્ય સરકારની એજન્સીઓ અને કેન્દ્ર સરકારની સંસ્થાઓને પોસાય તેવા સંકુલો બાંધવા અને તેનું સંચાલન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ યોજનાની વિસ્તૃત વિગતો મંત્રાલય/ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે.
- 12 માસસુધીબેટકાવ્યાજનીરાહત (સબવેન્શન) સાથેશિશુમુદ્રાયોજનાનાધિરાણદારોનેરૂ.1500 કરોડનીરાહત
મુદ્રા શિશુ ધિરાણ દારો કે જેમણે રૂ.50,000 થી ઓછી રકમનું ધિરાણ લીધું હોય અને 12 માસ માટે ઝડપથી ચૂકવણી કરી હોય તેમને ભારત સરકાર 2 ટકા વ્યાજ રાહતનો લાભ આપશે. મુદ્રા શિશુ ધિરાણ ોનો હાલનો પોર્ટફોલિયો રૂ.1.62 લાખ કરોડનો છે. આ યોજનાથી શિશુમુદ્રાધિરાણદારોનેરૂ.1500 કરોડની રાહત મળશે.
- સ્ટ્રીટવેન્ડર્સનેરૂ.5,000 કરોડનીધિરાણસહાય
સ્ટ્રીટ વેન્ડર્સને આસાનીથી ધિરાણ સહાય મળી રહે તે માટેની યોજના 1 માસમાં રજૂ કરવામાં આવશે. સ્ટ્રીટ વેન્ડર્સ હાલની પરિસ્થિતિમાં ખૂબ જ વિપરીત અસર પામ્યા છે. આ લોકો પોતાનો બિઝનેસ ફરીથી શરૂ કરી શકે તે માટે આ સહાય આપવામાં આવશે. આયોજનાહેઠળદરેકએકમનેરૂ.10,000નીકાર્યકારીમૂડીશરૂઆતમાંપૂરીપાડવામાંઆવશે.તે પછી તેને વિસ્તારી શકાશે. આ યોજના હેઠળ શહેરોના તથા નજીકના શહેરી વિસ્તારોમાં જઈને વેપાર કરતા ગામડા સ્ટ્રીટ વેન્ડર્સને આવરી લેવામાં આવશે. ડીજીટલ ચૂકવણી અને સમયસર ચૂકવણી કરનારને નાણાંકિય રિવોર્ડ આપીને પ્રોત્સાહન આપવામાં આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ યોજના હેઠળ 50 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને લાભ થશે અને તેમને રૂ.5,000 કરોડનો ધિરાણ પ્રવાહ પ્રાપ્ત થશે.
- હાઉસિંગસેક્ટરઅનેમધ્યમઆવકજૂથનેપ્રધાનમંત્રીઆવાસયોજના (અર્બન) હેઠળક્રેડિટલીંક્ડસબસીડીયોજનામારફતેરૂ.70,000 કરોડનાખર્ચેવેગઆપવામાંઆવશે
મધ્યમ આવક ધરાવતા (રૂ.6 થી રૂ.18 લાખની વાર્ષિક આવક ધરાવતા) જૂથને ક્રેડિટ લીંક્ડ સબસીડી યોજના હેઠળ માર્ચ, 2021 સુધીમાં આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજનાથી 2020-21 દરમ્યાન 2.5 લાખ મધ્યમ આવક જૂથના પરિવારોને લાભ થશે અને તેના દ્વારા હાઉસિંગ સેક્ટરમાં રૂ.70,000 કરોડનું રોકાણ થશે. આનાથી નોંધપાત્ર પ્રમાણમાં રોજગારી ઉભી થશે અને હાઉસિંગ સેક્ટરને વેગ મળતાં સ્ટીલ, સિમેન્ટ, પરિવહન અને અન્ય બાંધકામ સામગ્રીની માંગને વેગ મળશે.
- રૂ.6,000 કરોડનાકેમ્પાફંડનોઉપયોગકરીનેરોજગારનિર્માણ
રૂ.6,000 કરોડના કોમ્પેન્સેટરી એફોરેસ્ટેશન મેનેજમેન્ટ એન્ડ પ્લાનીંગ ઓથોરિટી (કેમ્પા) ફંડનો ઉપયોગ કરીને શહેરી વિસ્તારો સહિતના વિસ્તારોમાં વનીકરણ અને વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવશે. આર્ટિફિશ્યલ રિજનરેશન સહાયિત નેચરલ રિજનરેશન, ફોરેસ્ટ મેનેજમેન્ટ, જમીન અને ભેજની જાળવણીની કામગીરી, જંગલોની સુરક્ષા, જંગલો અને વન્ય જીવો સંબંધિત માળખાગત સુવિધાઓનો વિકાસ, વન્ય જીવોની સુરક્ષા અને મેનેજમેન્ટ વગેરે માટે ભારત સરકારે રૂ.6,000 કરોડની આ યોજનાને તાત્કાલિક મંજૂરી આપી છે. આનાથી શહેરી, અર્ધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારો તેમજ આદિવાસી વિસ્તારોમાં રોજગારીની તકો ઉભી થશે.
- ખેડૂતોનેનાબાર્ડમારફતેરૂ.30,000 કરોડનીવધારાનીઈમર્જન્સીવર્કિંગકેપિટલ
નાબાર્ડગ્રામ્યવિસ્તારનીસહકારીસંસ્થાઓ, બેંકોઅનેરિજીયોનલરૂરલબેંકોને ખેડૂતોની પાક ધિરાણ ની જરૂરિયાત પૂર્ણ કરવા માટે રૂ.30,000 કરોડનું ધિરાણ પૂરૂં પાડશે. આ રિફાયનાન્સ શરૂઆતથી જ આપવામાં આવશે અને તુરત જ ઉપલબ્ધ થશે. નાબાર્ડ સામાન્ય રીતે રૂ.90,000 કરોડનું ધિરાણ પૂરૂં પાડે છે, તે ઉપરાંતનું આ ધિરાણ રહેશે. આના કારણે મહદ્દ અંશે નાના અને સિમાંત 3 કરોડ ખેડૂતોને લાભ થશે અને તે રવિ પાક તથા તે પછીના ખરીફ પાક લીધા પછીની (પોસ્ટ હાર્વેસ્ટ) જરૂરિયાતોને સંતોષી શકશે.
- કિસાનક્રેડિટકાર્ડયોજનાહેઠળ 2.5 કરોડખેડૂતોનેરૂ.2 લાખકરોડનુંધિરાણ
પ્રધાન મંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ મારફતે રાહત દરે ધિરાણ પૂરૂં પાડવા માટે ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવશે. આ ઝૂંબેશમાં માછીમારો અને પશુપાલન કરતા ખેડૂતોને પણ આવરી લેવામાં આવશે. આ યોજના મારફતે ખેતી ક્ષેત્રમાં રૂ.2 લાખ કરોડની વધારાની પ્રવાહિતા પ્રાપ્ત થશે અને આ યોજના હેઠળ 2.5 કરોડ ખેડૂતોને આવરી લેવામાં આવશે.
Latest Posts:
- Why payments to supplier need to be done within 180 days! GST BIG BITE.
- CG liberalised the import policy of Low Ash Metallurgical Coke
- Opportunity of PH is must even if taxpayers has not filed reply of SCN
- Extension of timelines for filing of various reports of audit and Income Tax Returns (ITRs) for the Assessment Year 2025-26
- F&O Trading Loss? You Still Need to Report It!
- GST Updates applicable from 1st April 2025
- Advisory for furnishing bank account details by registered taxpayers under Rule 10A of the Central Goods and Services Tax Rules, 2017.
- SPEECH OF INTERIM BUDGET 2024
- The Updated GST Act(s) and Rules(s) – Bare Law, (January – 2024).
- Section 43B(h) : Disallowance of unpaid due of Micro and Small Enterprises

